SATPANTHI'S BLOG

સત્ય નિ હુંકાર

(9). જો દેશ બિનસાંપ્રદાયિક હોય, તો તેની અંદર આવેલ કોઈપણ સમાજ બિનસાંપ્રદાયિક જ હોય.

પ્રકાશ,
Lakdu

તું તારા વિચારો તારી પાસે રાખ..

અહી તારી બુધ્ધીની નબળી, સંકુચિત અને પૂર્વગ્રહ થી પીડાતી  માનસિકતા છતી થાય છે. તારા અંદર કેટલો કચરો ભરેલો છે તે દેખાઈ આવે છે.
તેની સાથે સ્વાર્થમાં ને વેર-ભાવ માં તારી બુધ્ધી ભ્રષ્ટ થઇ ગઈ છે.

તારી અંદર પણ પેલા તાલીબાનો કે આંતકવાદીઓ જેવા વિચારો દેખાય છે. તારે કોઈને કઈ જ સમજણ દેવાની જરૂર નથી.  કે કોને કયો ધર્મ પાળવો ને કોને કયો નહિ.
લોકોને  પોતાનું જીવન કેવી રીતે જીવવું તે બહુ સારી રીતે ખબર છે. માટે તારી ગેઢેરાઈ અને દોઢ ડહાપણ તારી પાસે રાખ.

અને  કોઈને દલાલ કેવાની જરૂર નથી. તે ધાર્મિક માણસો છે જે કોઈ એક ધર્મમાં અતુટ શ્રદ્ધા ધરાવે છે. તમારી જેમ નહિ કે રોજ ધર્મો બદલ્યા કરવાના..
તમે લોકો આખા જીવન પર્યત વિમાસણ માં જ રહેસો. આ ધર્મ સાચો કે પેલો ધર્મ સાચો તેની..

તારી સમજણ માટે કહું કે દરેક સત્પનથી તેના વિચારો માં, તેના કર્મ-યોગમાં, બહુ જ સ્પષ્ટ છે.. માટે તું મહેનત કરવાનું રહેવા દે અને તારું કામ કર.

તું કહે છે કે , " આપણી સમાજ બિનસાંપ્રદાયિક સમાજ નથી અને કોઈપણ સમાજ બિનસાંપ્રદાયિક હોઈ સકે પણ નહિ અને સમાજ એને જ કહેવાય જે એકજ ધર્મ પાળતા હોય 
એકજ રીતીરિવાજમાં માનતા હોય અને એકજ આચાર વિચારને વરેલો હોય જો આ ત્રણ માંથી એક પણ મુદો નેગેટીવ હોય તો તેને સમાજ ન કહેવાય તેને ફક્ત અને 
ફક્ત લોકોનું ટોળુ કહેવાય એ વાત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. "

તો અહી મને તારી નરી મૂર્ખતા દેખાય છે. અથવા તો તું સમાજને મુર્ખ બનાવી રહ્યો છે. 

તું દેશના કાયદાને , બંધારણને અને માનવીય જન્મ-જાત અધિકારોને વાચી લેજે. અને સમજી લેજે. 
પછી અહી તારી મુર્ખ વાતો ને ડાહ્યા માણસની સકારાત્મક રીતે રજુ કરજે. અને એ વાંચ્યા પછી, ને સમજ્યા પછી તને એમ લાગે કે તું કાયદાની ઉપરવટ જઈ ને લખે છે 
કે બોલે છે તો હોય જો તારામાં સચ્ચાઈ અને મર્દાનગી તો માફી માગી
 લેજે. મને વિશ્વાસ છે કે તે તું કરી સકીસ. કારણ કે આપણા થી થઇ ગયેલ ભૂલ ને માટે માફી માગવા વીરતા અને હિમત જોઈએ. જીવનમાં ભૂલો બધાથી થાય પણ તે સુધારી લે તે સમજુ.  

જો દેશ બિનસાંપ્રદાયિક  હોય તો તેની અંદર આવેલ કોઈપણ સમાજ, સંસ્થા, કંપની, NGO , લાભ  થી લાભ વગર પ્રવૃત્તિ કરતી વ્યક્તિ, દેશના કાયદાની પર જઈને કોઈજ કામ ના કરી સકે. તેને દેશના કાયદાનું પાલન કરવું જ પડે.
નહિ તો તે ગેર-કાયદેસર કહેવાય. માટે તારી સમજણ ને up -date કરી લેજે. 

અને આ નામ બદલી કરીને કેમ પ્રવૃતિઓ કરવી પડે છે. મને તારા સમાજ માટેની વફાદારી માટે સંકા છે. કે તું સમાજ માટે સારું કરે છે કે ખોટું..મને લાગે છે કે તું તારા કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે આ બધું કરે છે. 
પણ જે કરે છે તે બહુ જ ખોટું કરે છે. ગેર-કાયદેસર કરે છે.

તું  કહે છે કે સત્પંથના દલાલો ને ખુલા પડી ને તેની જગ્યા ક્યાં છે તે બતાવા નું છે.. તો તું જો સત્પન્થીને કે સત્પંથ નો બચાવ કરનાર ને દલાલ કહેતો હોય તો તને શોધવાની જરૂર નથી. તે હું છું.
હું તને ચેલેન્જ કરું છું કે , તું મોડું કાર્ય વગર લે મારી સામે પગલા. અને ખાલી બોલતો નહિ, કંઈક કરજે. હું તારા વળતા પ્રહારની રાહ જોવું છું.

 હોય તારા માં હિમત તો કરી બતાવ. પ્રદીપ ની જેમ બાયલાપણું ના બતાવીસ. તેની તો આદત છે કે બીજા ના ખભે બંદુક રાખીને ફોડવાની.. 
પ્રદીપે એક વખત કહ્યું હતું  કે, " હું અને પ્રેમજી કેસરાણી ધર્મ માટે માથું પણ આપી દેશું, 

અને લેતા પણ વાર નહિ કરીએ. " માટે સમાજની અંદર કોઈનું પણ માથું જશે તો 

પહેલું નામ પ્રદીપ નું અને પ્રેમજી કેસરાણી નું આવશે.

કે પછી તું અને પ્રદીપ ??

તને સત્પનથી ઓ માટે બહુ જ તકલીફ હોય અને સમાજની પ્રવૃત્તિ માટે અસંતોષ હોય તો બનાવ તારી તને ગમતી સમાજ.. સુ કામ દુખી થાય છે ? 

રાખ તને ગમતું નામ..
બનાવ તને ગમતા ઠરાવો અને બંધારણો..
બનાવ તને ગમતા સભ્યો તેની અંદર..
બિન સામ્પ્રાદાઇક સમાજ..

મને તો લાગે છે કે તારા આવા વિચારોના લીધે તારા ઘરમાં પણ સંપ કેવો હશે ?? 
કારણ કે વિચારો ની જડતા જ્યાં હોય ત્યાં એકતા ના હોય.. એકતા ના હોય ત્યાં શાંતિ ના હોય.. શાંતિ ના હોય ત્યાં સુખ નાં હોય જ ...

તને સમાજ માટે વાંધો છે, 
તને સત્પંથ માટે વાંધો છે, 
તને સત્પંથ સભ્ય હોય તેની સાથે વાંધો છે,
તને સમાજના નામ સાથે વાંધો છે,
તને આપણા સમાજના બની ગયેલ પ્રમુખો અને કાર્ય-કર્તાના લીધેલ નિર્ણયો સાથે વાંધો છે,
તને  સમાજ બિનસાંપ્રદાયિક છે તેની સાથે વાંધો છે,
તને અખિલ ભારતીય સંતો સાથે વાંધો છે,
તને વિશ્વ હિંદુ પરિસદ સાથે વાંધો છે,
તને RSS  સાથે વાંધો છે,
તને પીરાણા સાથે વાંધો છે,
તને સમાજની એકતા માટે વાંધો છે,
તને સાથે ઉજવાતા પ્રસંગો સાથે વાંધો છે,

આવા ગણા બધા વાંધા બીજા માટે તને છે. તેનો મતલબ એ થાય છે કે તારા માં જ વાંધો છે. તારા મગજ માં વાંધો છે.
તારે જંગલ માં રહેવા જતું રહેવું જોઈએ. કારણ કે અહી તો બધા વાંધા વાળા માણસો રહે છે. તારા માટેની દુનિયા આ નથી.. અહી તું અને તારા જેવા 6-7 જણા ને બહુ જ વાંધા છે, તેમને પણ લેતો જાજે.

સદ્ગુરુ શ્રી ઈમામ્શાહ મહારાજ  કોઈ ફેક્ટરીની પેદાસ નથી પણ એ આ કલયુગના સદ્ગુરુ છે અને તેને જે વિચાર સરણી આપોને આપેલ છે તે ની તમોને સુ ખબર પડે, જાણ્યા વગર.

ખાખરા ની ખિસકોલી, સુ જાને સાકાર નો સ્વાદ ? 

સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે ક્યારેય પોતાને ભગવાન નથી કહ્યા. કે તેમને ક્યારેય કોઈને ધર્મ પરિવર્તન કરવાનું નથી કહ્યું..જેને જેમાં શ્રદ્ધા હોય તે આવે..તેનું આમંત્રણ ના હોય..
આતો આપણી દુર્ભાગ્યતા હતી કે સદગુરુના અક્ષર-ધામ ગયા પછી મુસ્લિમો ના અમુક સ્વાર્થી માણસો એ તેના મૂળ મતલબ ને બદલી નાખ્યો. સત્પંથ ના કેટલાય ગ્રંથો - પુસ્તકો મુસ્લિમો એ ગુમ કરી દીધા છે. પણ તેમ છતાં પણ જરૂરી પુસ્તકો બચાવી શક્યા છીએ. 

આજે સત્પંથ કે પીરાણા તેના મૂળ સત્પંથ ની વિચાર ધારા ઉપર છે.. 

સત્પંથ તો સોનું છે..

તેના થી દુર ભાગવાની જરૂર નથી પણ સ્વાર્થી લોકો એ ગુસાડેલી ગંદકી ને દુર કરવો જોઈએ.

તમો અને તમારા બાપ-દાદા ઓ પોતાના સ્વાર્થ માટે દુર ભાગી ગયા..તેને સત્પંથ માં ગુસી ગયેલ ગંદકીને સુધારવા ની કોસિસ ના કરી..

હાથ માં ગુમડું થયું હોય તો હાથની દવા કરી ને તેને મતાડવો જોઈએ, તેને કાપી ને ફેકી નાં દેવાય.. તમારા વડીલો એ ફેકી દેવા નું કામ કરીને મહા પાપ કર્યું છે..ધર્મ ડોસ કર્યો છે..અને તમે અત્યારે તેના થી પણ ચડી ગયા.. 

દુર ભાગી ગયા તેની સાથે વાંધો નથી પણ હમેસા સત્પંથ અને સત્પન્થીઓ ને હેરાન કર્તા રહ્યા છો..તેનો મતલબ એ થે છે કે તમારા વડીલો પહેલા પણ સત્પંથ ને સમજ્યા ના હતા કે સત્પંથ માટે શ્રદ્ધા હતી નહિ..
ખાલી કોઈ ધર્મ જોઈએ એ ભાવના થી જોડાયા હશે..અને આજે તે વાત તમારા બધા અંદર વર્તન અને વાણી માં આવે છે.. આતો કુવા માં હોય એ અવાડા માં આવે..કુવામાં જ ડોલું હોય તો અવાડા માં તેવું જ આવે. 

તેનો મતલબ થાય છે કે ઉગતા ને સૌ પૂજે, આથમતા ને કોઈ નહિ.. 
સુખ કે સબ સાથી, દુખ મેં  ના કોઈ..

HASMUKH DHOLU
LONDON

===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

0 comments:

Post a Comment

કોઈ તો વાંચે છે .



આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?

????

Blog Archive