રવિભાઈ,
લીલાધરભાઇ,
જુવો ભાઈ, મને પણ કોઈ શોખ નથી થતો અને મારા ધંધામાંથી સમય પણ બહુ મુશ્કેલીથી કાઢું છું.
પણ તેમ છતાં સમાજની અંદર થી ૧૦-૧૨ જણા આજે જયારે સત્પંથ ધર્મ વિરોધની પ્રવૃતિઓ કરે છે ત્યારે સમાજના એક જાગૃત સભ્ય તરીકે,
એક માણસ તરીકે, એક સત્પનથી અને દેશના કાયદાના રક્ષણ કરનાર વકીલ તરીકે તેમાં આવતી મારી ફરજો કરવાની જ છે.
સત્પંથ માટે આટલો બધો રાગ-દ્વેસ, ખર રાખીને, છળ-કપટ કરીને અને ગેર-કાયદેસર રીતે થતી પ્રવૃતિઓ સાથે વિરોધ થાય છે ત્યારે તમારી તેનો વિરોધ કરવાની હોશિયારી ક્યાં ગઈ હતી.
જયારે હું તો સત્પંથ સાથે છળ-કપટ અને વિરોધ કરનાર સામે કાયદેસર પગલા લઉં છું તેમાં તમને મારું માનસિક સંતુલન ગુમાઈ ગયેલ લાગે છે !!!
મને તો તમારા બધા માટે વિચાર આવે છે કે તો પછી તમોને સુ કહેવાય ?? દયા આવે છે તમારી માનસિકતાની ...
મને તો એમ લાગે છે કે તમને સત્પંથ માટે ની નબળી-સબળી અને સાચી-ખોટી માહિતી-વાતો સાંભળી ને સત્પંથ માટે એટલા બધા ખાર થઇ ગયા છે, કે તમે દેશના કાયદાને પણ ભૂલી ગયા છો.
સમાજની પ્રગતિ જરૂરી છે પણ દેશના કાયદાની પણ પરવા રાખ્યા વગર ??
સમાજની પ્રગતિ બહુ જ જરૂરી છે પણ ગેર-કાયદેશર રીતે ??
સમાજના અને સંસ્થાના બંધારણ-ઠરાવો કરતા પણ પહેલા, દેશના કાયદા આવે. દેશના મૂળ-ભૂત બંધારણ અને કાયદાનું ઉલંગન કરીને
કરવામાં આવતા સમાજના બંધારણો ગેર-કાયદેસર છે..,
પાકિસ્તાનમાં તાલીબાન સમાજે પણ પોતાના બંધારણ બનાવેલ છે. પણ તે દેશના કાયદા પ્રમાણે તે બધા જ બંધારણ ગેર-કાયદેસર છે, કારણ કે તે દેશના કાયદાની વિરોધના છે. માટે એ લોકોને મરવું પડે છે, ગોળી ખાઈને, મિસાઈલ થી, કે
તોપ-બોમ્બથી...
અને અહી પણ જો સમાજના બંધારણને કાયદેસરતા આપવી હોય તો પાર્લામેન્ટ માંથી કાયદો પાસ કરાવે પછી જ સમાજમાં ઉપયોગ કરે.
માટે તમોને સત્પન્થના વિરોધ કરનારને બધાને વિનંતી કરું છું કે તમે લોકો દેશના માનવીય અધિકારોના ( Human Right ) કાયદાને અને બીજા કાયદાઓ ને ના તોડ્સો. આવું ના કરવાનું અનેક વખત
સમજાવ્યું છે પણ તેમ છતાં સત્પંથ અને સત્પંથ વિરોધની ગેર-કાયદેસર પ્રવૃતિઓ સમાજના વહીવટ કર્તાઓ તરફ થી ચાલુ જ છે. માટે હવે કાયદાનો આશરો લેવો પડ્યો છે.
તે પછી પ્રમુખ હોય, મંત્રી હોય કે વહીવટ કરતા હોય. આ દેશમાં કોઈ પણ માણસને ગેર-કાયદેસર કામ કરવાની છૂટ આપેલ નથી.
પ્રમુખને જરૂર માન આપવું જોઈએ એ મને ખબર છે. પણ તે જો અયોગ્ય કામ કરે તો સાથ ના અપાય પણ વિરોધ થવો જોઈએ.
અને કાયદેસર પગલા પણ લેવા જોઈએ. કારણ દેશનો કાયદો તોડે છે. કાયદો કોઈને પણ ના છોડે પછી તે CWG ના દેશનું નામ ઊંચું કરનાર કલમાડી હોય,
કે સત્યમ કંપની ના કરોડ પતિ રાજુ, સંજય દત્ત હોય કે સલમાન ખાન, ગૃહ-મંત્રી અમિત શાહ હોય કે પોલીસ ઇન્સ્પેક્ટર વણજારા હોય,
...જે ખોટું કરે તેમને સજા થાય જ...માટે કોઈએ વ્યક્તિગત લેવાની જરૂર નથી...કાયદો તોડે તેને લાગે વળગે છે..
સત્પંથ વિરોધના ગેર-કાયદેસર ઠરાવો, પ્રવૃતિઓ દેશના કાયદા પ્રમાણે યોગ્ય નથી. માટે તમારે વિચારવા નું છે કે દેશના કાયદાને સાથે રહેવું કે આ ગેર-કાયદેસર કામો કરનાર સાથે રહેવું
-HASMUKH DHOLU
LONDON
==============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
==============================================================================================
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment