SATPANTHI'S BLOG

સત્ય નિ હુંકાર

(1). જન્મ -જાત અધિકારો અને હક વિશે પણ જો લખશો

Dear Hemang,

તમારો  ભારતના  દરેક  નાગરિક  ની  મૂળભૂત  ફરજો  વિશેનો   પ્રયત્ન  ખરેખર  પ્રસ્ન્સ્નીયા  છે . ખુબ  ખુબ  આભાર  તેના  માટે .
તમો  એ  થોડા  દિવસ  પહેલા  પણ  ધર્મ  અને  માનવ -ધર્મ 
 વિશે  તમારા  વિચારો  જણાવેલ , તેમાં  હું  થોડી  વાતો  માં  સહમત  છું  અને  થોડા  વિચારો  માં  નહિ . 
 મને  ઈચ્છા  છે  કે  અપને  ક્યારેક  મળીશું , ચિંતન -મનન  કરવા  માટે . મને   ગમશે  તમારી  સાથે  ચર્ચા  કરવા  નું .

હવે  તમો  જો  ભારતના  બંધારણ  માંથી  ભારતના  દરેક  નાગરિકના  મૂળભૂત  અને  જન્મ -જાત  અધિકારો અને હક  વિશે  પણ  જો  લખશો  તો  માણસો  માં  તેના 
 વિશે  સમજણ -જાગ્રત  આવશે. 
અને  ગુલામી  વાળી  માનસિકતા  માંથી  બહાર  નીકળશે.  તેના  માટે  થોડો  પ્રયત્ન  કરજો  આપડી  સમાજ  માટે.  ગણું  સારું  થશે.

Thank you Hemang Bhai ,

-HASMUKH DHOLU
LONDON



=========================================================================
=========================================================================




On 28 Sep 2010, at 14:39, Hemang Patel wrote:


- ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો---


ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો નીચે પ્રમાણે છે :
 
क. સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો ,રાષ્ટ્ર્ધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની;
 
ख. આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હ્ર્દયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની ;
 
ग. ભારતનાં સાર્વભૌમત્વ ,એક્તા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની ;
 
घ. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની ;
 
ङ. ધાર્મિક ,ભાષાકીય ,પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વુદ્ધી કરવાની ,સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની ;
 
च. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વરસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની;
 
छ. જંગલો ,તળાવો ,નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનુ જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ;
 
ज. વૈજ્ઞાનિક માનસ ,માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની ;
 
झ. જાહેર મિલકતનુ રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ;
 
ञ. રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતુ રહે એ માતે ,વૈયક્તિક અને સામૂહિક પ્રવૃતિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.
 



*ભારતનું સંવિધાન: કલમ 51- क અનુસાર.


-- 
Hemang Patel
Ahmedabad


=============================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
=============================================================================

0 comments:

Post a Comment

કોઈ તો વાંચે છે .



આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?

????

Blog Archive