પીળિયો થયો હોય તેને બધું પીળું દેખાય તેવી જ રીતે,
જેવી દ્રષ્ટિ તેવી શૃષ્ટિ..
નોધ : નીચેના પ્રદીપના ઈમેલનો મેં આ જવાબ આપ્યો છે, માટે સૌથી નીચેનો ઈમેલ પહેલાં વાંચજો .
તે માણસ પોતાના વિચારો ઈમેલથી મોકલે છે, સતપંથ જેવા મહાન ધર્મ ઉપર ખોટા પાયા વિહોણા આરોપો નાખે છે,..
તેનો મતલબ થાય છે કે તેને પોતાને જ પોતાના વિચારો ઉપર પૂરો ભરોસો નથી..અને તે પોતે ખોટો છે,..!!
મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,
નીચેનો ઈમેલ વાંચો અને અનુમાન લગાવો કે આ માણસ કેટલી બધી માનસિક બીમારીથી પીડાય છે..
પીળિયો થયો હોય તેને બધું પીળું દેખાય તેવી જ રીતે,
જેવી દ્રષ્ટિ તેવી શૃષ્ટિ..
આપણે કેવી રીતે જોઈએ છીએ, તેના ઉપર આધાર છે આપણી માનસિકતા ..અને આપણી જોવાની દ્રષ્ટિ, આપણી વિચારવાની રીત ઉપર આધાર રાખે છે..
આપણે કેવી રીતે વિચારીએ છીએ..આપણે જ જો નબળું વિચારીએ તો આખી દુનિયા નબળી જ દેખાય..
આ વ્યક્તિની અંદર કેટલી બધી વેર-ભાવના, રાગ-દ્વેસ , ઈર્ષ્યા ભાવ, કપટપણું સ્પષ્ટ દેખાઈ આવે છે
કે તે સારું થતું હોય તેને સારું કહી પણ નથી સકતો..
સારું ના કહે તો કોઈ જ વાંધો નહિ પણ સારાને ખરાબ કે ખોટું કહે છે માટે તેની વિચારવાની રીત કેટલી નબળી
અને સંકુચિત છે તે અહી દેખાઈ આવે છે....
મુર્ખાઓ, આ તારી વાત કરવી જ કેટલી હાસ્યપદ લાગે છે..તેના ઉપર થી તારું ચરિત્ર કેટલું વિચિત્ર હશે તે દેખાઈ જાય છે ...
માટે તું આવી રીતે તારી જાત ને કાર્ટુન બનાવવાનું રહેવા દે અને જરા ડાહ્યો થા..
અને તારા અંદર રહેલી આત્મા ની લાગણીઓને જગાડ, અંદર ના રામ ને જગાડ,
તારી અંદર જાગેલા રાવણ ને સુવરાવી દે..
જનાવર જેવો ના રહે..અને માણસ બન..
અને બીજી મુખ્ય વાત, સતપંથને કોઈ સર્ટીફીકેટની જરૂર જ નથી..
તે પોતે એક મહાન ફિલોસોફી ધરાવતો હિંદુ વેદો આધારિત સનાતન હિંદુ ધર્મ છે..
તેના માટે સદગુરુ શ્રીએ ખુબ જ વિશાળ તત્વ-જ્ઞાનથી ભરેલો મીઠા અમૃતનો દરિયો આપી ગયા છે..જેમાંથી જેટલું અમૃત લેવું હોય તેટલું લઇ શકો..
સતપંથ અનંત અને અખૂટ ભંડાર છે..જેનાથી આપણું જીવન સુધ્ધ, પવિત્ર, સત્યના રાહ ઉપર અને સરળ રીતે જીવી સકાય તેના માટેના જીવનલક્ષી ઉપાયો છે..
આપણા જીવનની અંદર આવતા જન્મ થી કરી ને મરણ સુધીના દરેક પ્રસંગોને કેવી રીતે સુધ્ધ અને સાત્વિકતા થી
પણ આતો કહેવત છે ને કે
" ખાખરાની ખિસકોલી શું જાણે સાકરનો સ્વાદ "..
માટે તમોને જણાવી દઉં કે અહી સતપંથ ધર્મ દ્વારા કે સત્પંથીઓ દ્વારા કે આપણી સતપંથ સંસ્થા, પીરાણા દ્વારા કોઈને પણ છેતરવાનો કે ગુમરાહ કરવાનો
કોઈ જ ભાવ, ઈરાદો કે વિચાર પણ નથી, માટે આ મુર્ખ વ્યક્તિએ જે આપણ ને સૌને ગેર સમજ ઉભી કરવાનો જે મેલો ઈરાદો છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે...
ફરી મળીશું...વધુ વિચાર વિમર્સ કરવા માટે અને નબળી માનસિકતા ધરાવતા લોકો જે પાયા વિહોણા આરોપો મહાન સતપંથ ધર્મ ઉપર નાખે છે તેની સચ્ચાઈ અને વાસ્તવિકતા રજુ કરશું..
ચાલો ત્યારે મળીશું ત્યાં, જ્યાં પવિત્ર અને સુધ્ધ વિચારોની ગંગા વહેતી હશે ત્યાં.. જેમાં આપણે બધા નાહીને ધન્ય થઈએ..
અભાર સૌનો,
સૌનો હિતેછું,
- હસમુખ પટેલ, લંડન
નોધ : નીચેના ઈમેલનો મેં આ જવાબ આપ્યો છે, માટે નીચેનો ઈમેલ પહેલાં વાંચજો .
તે માણસ પોતાના વિચારો ઈમેલથી મોકલે છે, સતપંથ જેવા મહાન ધર્મ ઉપર ખોટા પાયા વિહોણા આરોપો નાખે છે,..
તેનો મતલબ થાય છે કે તેને પોતાને જ પોતાના વિચારો ઉપર પૂરો ભરોસો નથી..અને તે પોતે ખોટો છે,..!!
-------------------------------------------------------------------------------
પ્રદીપનો સતપંથ ઉપર ખોટા આરોપો વાળો ઈમેલ નીચે છે :
--------------------------------------------------------------------------------
પ્રિય હિંદુઓ,
આટ આટલું સત્ય છાપરે ચડીને પોકારાય છે તો પણ
ખોટા પંથ વાળા ખોટી ખોટી માહિતી આપી,
ખોટા ખોટા હિન્દુના લેબલ લગાડવા
ખોટા પ્રમાણ પત્ર લેવા,
અને લોકોમાં હીન્દુનું લેબલ ઠસાવવા આકાશ પાતાળ એક કરે છે.
સમગ્ર ભારતની જનતાને, ખાસ કરીને કચ્છી કડવા પાટીદારોની આંખમાં ધૂળ નાખીને સત્પન્થને હિંદુ ધર્મમાં ખપાવવા નાહકની એકધારી ખોટી કોશિશ ચાલુ રાખે છે.
અને આ ધર્મની બાબતમાં સાચું લખનારને કેશ કરવાની ધમકી,
મારવાની ધમકી આનીથી વિશેષ લોકોના વ્યક્તિગત જીવન વિષે ખોટી માહિતી આપવામાં આવા ખોટા ધર્મ પાળનારા, લોકોને ખોટે રવાડે ચડાવવામાં કઈ બાકી નથી રાખતા.
આમાં અધૂરું હોય તો નાલાયક મવાળ લોકો, ( જે હોય ઈ લોકોને ખોટું લાગશે , બીજાને
નહિ લાગે ) ગોળ ગોળ વાતો કરી, પોતાની ખુરશી સાચવવામાં રચ્યા પચ્યા રહે છે.
સમાજમાં રહીને પોતાનો અંગત બાયોડેટા બનાવવામાં
મથ્યા રહે છે. હમણા હું આ પદ પર છું, મારો આ પછીનો ટાર્ગેટ ટ્રસ્ટમાં જઈને અમુખ હોદ્દો
લઈને વગેર વગેરે રીતે ફક્તને ફક્ત પોતાના અંગત સ્વાર્થ ખાતર, સમાજને ખતરામાં નાખવામાં પણ અચકાતા નથી
દૂધ જેવી ચોક્ખી વાત કે સતપંથ મુસ્લિમ ધર્મનો ફાંટો છે આ વાત આવા મવાળ લોકો ક્યારે પણ કહેતા નથી, અને કહેતો એ રીતે પાળતા નથી.
સત્પંથ વિષે સત્ય બોલતા નથી, અને સમાજ સેવાના નામે સમાજમાં
હોદ્દા લઈને સમાજને , સમાજના લોકોને એક મુસ્લિમ
ધર્મમાંથી દુર રાખવામાં જરા પણ મદદ નથી કરતા, મદદ
ન કરે તો કઈ નહિ, રાજી નામું આપીને ઘરે પણ નથી રહેતા. (ખોડાતા)
ફક્ત પોતાનો અહં પોસવા હોદ્દા પર રહીને ચાપલુસી કરી લોકોને રવાડે ચડાવીને પણ પોતાનું ધાર્યું કરી રહ્યા છે.
જે કોઈ ને ખોટું લાગતું હોય તો, હિંમત હોયતો આ છાપાવાળા પર કેશ
કરો.
ક્યાં ગઈ તમારી બહાદુરી, ખુમારી?
આજ વાત જો કોઈ કચ્છી કડવા પાટીદાર નો વીર કહે અથવા એકાદ પાણીયા રૂપે છાપે તો તરત કેશ કરવાની ધમકી આપે,
મવાળ લોકો જરા વિચારો પોતાની જાતને પૂછો કે
હું સમાજમાં શા માટે આવ્યો છું?
મારી સમાજ માટે શું ફરજ છે?
સમાજને રવાડે ચડાવીની શું મળવાનું છે?
મારી આ ઉમરે શું મેળવવા માગું છું?
મારો એક પગ કબ્રમાં છે તો પણ હું સમાજને ઉપયોગી ન થાવું?
હજી આટ આટલી જાગૃતિ આવ્યા પછી પણ આ મવાળ લોકો હિંદુ અને મુસ્લિમ ધર્મને એક રાખવા ગામે ગામ સભાઓ ભરે છે.
સમગ્ર વિશ્વનો ઇતિહાસ જોઈએ તો લોકોને વિના સંકોચે ખયાલ આવે કે મુસ્લિમ ધર્મના લોકોએ હિંદુ ધરમના લોકો સાથે કેવો અન્યાય કર્યો છે, અને અન્યાયની લડત સામે કેટ કેટલાય વીરોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.
આ ૨૧ મી સદીમાં લોકો પ્રગતિની વાતો કરે છે અને કણબી એક ૫૦૦ વર્ષાના કાળા કલંકથી છૂટવા હજી પણ જજુબે છે. અને આવા કાર્યમાં સંતોએ પણ પોતાના બહુ અમૂલ્ય એવા ૧૯ થી ૨૦ વર્ષા ન્યોછાવર કરી આપણી જ્ઞાતિને હિંદુ, સનાતન ધર્મ તરફ વાળી, હંમેશને માટે સનાતની બનાવી એ બદલ એમના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. આપ ન જાણતા હોયતો જણાવું કે એ સંત બીજા કોઈ નહિ પણ પ્.પુ. બ્રહ્મલીન સંત શ્રી ઓધવરામજી મહારાજ હતા.
હજી પણ મવાળ ને
નમ્ર વિનંતી છે કે તમારો કીમતી સમય જ્ઞાતિને આ ૫૦૦ વર્ષા જુના કલંકને દુર કરવામાં આપે,
સતપંથ વિષે વિના સંકોચે સત્ય બોલે, અને તમે જાતે તમારી છાપ સુધારીને સમાજના પ્યારા
બનો.
વધુ ફરી ક્યારેક
પ્રદીપ ડી નાથણી
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment