કોને કેમ કરવું જોઈએ અને કોને કયું ટ્રેડીશન અને ધર્મ પાળવો જોઈએ, તે આપણે કે કોઈએ પણ કેવાની જરૂર નથી..
કારણ ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે અને તે વ્યક્તિગત બાબત છે, ભાઈ...
ધર્મ એ એક વિચાર ધારા છે, ધર્મ આપણને સારાપણું આપે છે, ખરાબપણું આપણા અંદર થી કાઢે છે.
ધર્મ આપણા અંદર આવતા નબળા વિચારોને કે નબળા કર્મ કરતા રોકે છે,
ધર્મ જીવનને સરળ કેવી રીતે બનાવવું અને જીવવું તે શીખવે છે.
ધર્મ આપણા અંદર રહેલ નિંદા, કામ, ક્રોધ, ઈર્ષ્યા, છલ-કપટ જેવા વિકારો કાઢવામાં મદદ કરે છે, અને બીજા ના ગુસી જાય, તેને આવતા કેમ રોકવા તે સમજ સીખડાવે છે.
...જો એક ધર્મ મહાન અને બીજો ખરાબ એવું જ હોય તો કદાચ આ દુનિયામાં બધા એક જ ધર્મ પાળતા હોત.
કોઈ પણ માણસ ખરાબ ધર્મ પાળવાનું સુકામ પસંદ કરે ..?
બધા જ સારો ધર્મમાં જ શ્રદ્ધા રાખે કે જે ધર્મ તેમનો ઉદ્ધાર કરે અને આ મહા-મૂલ્ય માનવ જન્મ સિદ્ધ થઇ જાય.
સ્વામી નારાયણ વાળાને પોતાનો ધર્મ મહાન લાગતો હોય તો લક્ષ્મી નારાયણ વાળાને પોતાનો ધર્મ મહાન લાગતો હોય....
અને નિષ્કલંકી નારાયણમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા સત્પન્થીને પોતાનો ધર્મ મહાન લાગતો હોય.
અને દરેકને પોત-પોતાનો ધર્મ મહાન લાગવો જ જોઈએ...તેના માટે ગર્વ હોવું જ જોઈએ..
પણ ખાસ વાત કે, પોતાનો ધર્મ મહાન લાગવાથી કોઈનો ધર્મ નબળો કે ખરાબ નથી થતો..અને એવું કેવું પણ નાં જોઈએ..એવું વિચારવું
0 comments:
Post a Comment