જય ગુરુદેવ, ભાઈ,
આભાર તમારો આવા સ્પષ્ટ વિચારો જણાવવા માટે.... આ છે સાચા સત્પંથીના મન ની મકામતા.
મેરુ તો ડગે પણ જેના મન ના ડગે...તે જ ધર્મના રસ્તે સાચો-પંથ કાપી સકે.
આપણો સનાતન સમય થી ચાલ્યો આવતો સત્પંથ ધર્મ સદગુરુ શ્રી એ હિંદુ વેદો અને ઉપ્નીશાદોને કેટલા સરળ અને સીધી લીટી માં હિંદુ વૈદિક રીતે સમજાવ્યો છે. કોઈ પ્રકારના ગુચવાડા વગર. માટે જ દરેક સત્પંથીને ખબર છે તેમ, આપણે આપણા ધાર્મિક વિચારો માં બહુ જ સ્પષ્ટ છીએ,
કોઈ પણ પ્રકારની ગેર-સમજણ વગર.
માટે જેને પણ વાંધા જેવું લાગતું હોય અને ધર્મ માટે જીજ્ઞાશા હોય તેને પોતાની સત્પંથ માટેની સમજણ વધારવી જોઈએ. અને તેના માટે સતપંથ પ્રકાશન સેવા સમિતિ એ બહાર પડેલા જ પુસ્તકો અને શાસ્ત્રો વાંચીને સમજવા જોઈએ, જે સત્પંથના મુખ્ય ગુરુદ્વાર પ્રેરણાપીઠ પીરાણા, અમદાવાદથી મળી રહેશે...,
...નહિ કે કોઈ પણ માણસોએ વ્યક્તિગત રીતે, ધાર્મિક લાગણીમાં કે ભાવનામાં આવીને છાપેલા હોય તે,. ગણા લોકોએ પોતાના લાભ માટે કરીને , સત્પંથના નામે છાપેલા પુસ્તકો એવા પણ છે કે જેને સત્પંથને કે સત્પંથીને વાસ્તવિકતાથી દુર લઇ જાય છે.
મુસ્લિમ નામો અને કલ્મા તેમાં છાપી દીધા છે...પણ તેની સાથે સત્પંથને કે સત્પંથીને કોઈ લેવા દેવા નથી. અને તે વિકૃત રીતે અને ભેલ-સેળ વાળા છાપેલા પુસ્તકો તમે જુવો તો તમને અને અમને પણ સુગ ચડે જ એ સ્વાભાવિક છે.
....અને તે સાથે સતપંથ પ્રકાસન સેવા સમિતિએ ગણી બધી CD, DVD, કેસેટો બહાર પાડી છે,
આનો અભ્યાસ પણ સત્પંથ માટેની ગણી બધી સમજ, તમારા ચિંતન - મનન માટે ઉપયોગી થશે ..
અત્યારે સમાજમાં અમુક સતપંથ વિરોધી પ્રવૃતિઓ ચલાવતા ભાઈઓ ને સત્પંથની સમજ નથી, અને જે છે તે કોઈ ને કોઈ ગેરસમજ ઉભા કરે તેવા અસંતોસી માણસો પાસેથી, તેવા વિકૃત રીતે લખાયેલા પુસ્તકો માંથી,
કે પછી કેતોતો -ને- કેતીતી માંથી સાંભળેલી વાતો માંથી તેવોને અસમજણ છે માટે વિરોધ-નિંદા-મશ્કરી કરે છે. પણ ના કરવી જોઈએ, કારણ કે તેવું કરવું અધર્મી ની પહેલી નિશાની છે. કરેલા સારા પુણ્ય-કર્મ ધોવાય,, પોતાના જ જીવનમાં, ને ઘરમાં અશાંતિ, કુસંપ, દરિદ્રતા, દુખ આવે અને જીવન નર્ક સમાન બની જાય.
સત્પંથની સાચી સમજણ આવશે ત્યારે મોટું પાપ કે ધર્મ-દોષ કર્યાનું દુખ થશે. આ બધાને એક દિવસ પસ્તાવો થશે કે અમોએ મહા-ભૂલ કરી સત્પંથ છોડીને.
સત્પંથમાં પાછા જોડાવા માટે લોકોમાં સતપંથ માટેની ધાર્મિક ભાવના વધશે. એ દિવસો બહુ દુર નથી. મને વિશ્વાસ છે કે જયારે તે સત્પંથને સમજશે ત્યારે, તે જ સત્પંથના વિરોધી મટીને પ્રચારક બની જશે. અને મને તો એ દિવસો બહુ જ નજીક દેખાય છે....
દરેક ધર્મ પોતાની જગ્યાએ મહાન છે. દરેક ધર્મની જે તે સમયે-સમયે જેવી જરૂરીયાત પ્રમાણે રચના થયી છે.
પણ મારી સમજ પ્રમાણે ધર્મ એ જીવન નથી પણ જીવન માં સરળ રીતે શાંતિથી, સુદ્ધ-સાત્વિક રીતે કેમ જીવાય તે ધર્મ સીખડાવે છે.
પણ આપણે બધા ધર્મને જ જીવન સમજી બેઠા અને માનવતા નેવે મૂકી દીધી.
આ પૃથ્વી ઉપર આજ સુધી જેટલા માણસો ધર્મના નામે અને આધારે તર્યા છે તેનાથી પણ વધુ માણસો મર્યા છે. કારણ શું? એક બીજા માટે રાગદ્ર્વેશ, વેર-ભાવ, ક્રોધ, મારું-તારું વગેરે વગેરે...
માણસ - માણસ વચ્ચે અંતર વધારી બેઠો...બધું જ અધાર્મિક...
...અને અધાર્મિકતા હમેસા દુખ જ આપે..
આપણી સમજણ પ્રમાણે, જો ધર્મ એજ જીવન હોય તો કોઈ દુખી હોવું જ ના જોઈયે. છતાં આપણે બધાના જીવન માં ખેચ-તાણ, તણાવ, કુસંપ, દુખો.. તેનો મતલબ એજ થાય છે કે આપણે અધાર્મિક જીવન જીવીએ છીએ.
ધર્મ ને ખરી રીતે સમજી જ નથી શક્યા. ધર્મ એટલે સત્ય, પ્રેમ, ભાઈચારો વગેરે...ધર્મ ને જીવન ના આચરણ માં ઉતારવું જોઈએ..નહિ કે ખાલી પુસ્તકોમાં જ રહી જાય..
આપણે ધર્મને મારો ધર્મ ને તારો ધર્મ કરવામાં જ પડ્યા છીએ. મારો વધુ સારો, તારો ખરાબ, એવી જ બાળ-બુદ્ધિમાં પડ્યા છીએ. આપણે આપડી સમજણને પરિપકવ બનાવતા જ નથી. તેને બાળ-અવસ્થા માંજ રહેવા દઈએ છીએ....
અહી કોઈની પણ નિંદા નથી કરતો, એવો ભાવ પણ નથી. પણ ચર્ચા કરીએ તો, અમેરિકા, કેનેડા, લંડન, Europe ફર્યો, દુનિયા ના બીજા ધર્મોને જોયા, પણ મારી સમજણ પ્રમાણે ( ફરી કહું કે મારી સમજણ પ્રમાણે ) સત્પંથ ધર્મની જે સરળ, જીવનલક્ષી સમજ અને રીત સમજાવી છે તે બીજે જોવા નથી મળતી.
આપણા જીવનના દરેક પ્રસંગોને ખુબ સરળ અને ધાર્મિક-સાત્વિક રીતે ની વિધિ સત્પંથમાં આપી છે. બાળક જન્મે થી લઈને છઠીની વીધી હોય કે સવા મહિનાની પવિત્ર થવા ની પૂજા. રોજે રોજ ની પ્રાર્થના-પૂજા અર્ચના હોય કે કળશ-જળ પૂજા હોય. સ્ત્રી ને માસિક પછી સુતક થી પવિત્ર થવા નું હોય કે ગુરુ-બોધ લેવા નો હોય. લગ્ન કરવાથી લયીને માણસના અંતિમ સમય ની વિધિ પણ સત્પંથ માં હિંદુ વેદો આધારિત આપણે કરી શકીએ છીએ. આટલું જ નહિ પણ કદાચ કોઈ પિતૃ, ભાઈ, માવિત્ર, કે પછી કોઈ પણ સુક્ષ્મ જગતનો અતૃપ્ત આત્મા આપણા જીવનમાં આશા રાખતો હોય તો તેના આત્માને તૃપ્ત કરી, સદગતિ કરી સદમાર્ગે વળવાની પિતૃ-દોષ, નારાયણ-બલિ , તારવણાની વિધિ પણ સરળ ભાષામાં હિંદુ અથર્વવેદ આધારિત સત્પંથ માં બતાવી છે, ને તે આપણે જાતે કરી શકીએ છીએ.
આમાં સૌથી મહત્વની વાત તો એ છે કે આ બધી ક્રિયા વિધિ કરવા માટે આપણને કોઈ બ્રાહ્મણની જરૂર નથી પડતી. સદગુરૂએ આપણને તન-મન સુધ્ધ રાખી, કર્મે બ્રાહ્મણ બનવાનું કહ્યું છે. માટે સદગુરુ શ્રી એ આપણને કહ્યું છે કે તમે જ મુનિવરો અને તમે જ ઋષિવરો છો. આત્માને પવિત્ર બનાવો, કર્મે સુદ્ધ થયીને બ્રાહ્મણ બનો અને સત્પંથના રાહે ચાલો. આપણાથી કોઈને પણ દુખ ના થાય એવું જીવન જીવવાની ભલામણ કરી છે.
સદગુરુ શ્રીએ બધા જ ધર્મો ને, સાધુ-સંતોને, ઋષિ-મુનીયોને, દેવી-દેવતાઓને, આ જગતના-ને સુક્ષ્મ જગતના દરેક જીવોને નમસ્કાર કરવાનું કહ્યું છે. કોઈને પણ નાના કે મોટા નહિ સમજતા માન આપવાનું કયું છે.
આતો ભાઈ સમજની વાતું છે.
ફરી તમોને તમારી સમજ અહી રજુ કરવા માટે ખુબ ખુબ હૃદય પૂર્વક ધન્યવાદ ભાઈ.
નોધ: સતપંથ નો વિરોધ કરતા મારા ધર્મ જિજ્ઞાસુ મિત્રો અને જેને સત્પંથ માટે સુગ છે તેમને નમ્ર વિનંતી કે આ email માં કોઈને પણ કોઈ જ પ્રશ્ન પૂછવામાં નથી આવ્યો માટે અને કોઈને પણ ઉદેસીને email નથી લખ્યો માટે જવાબ આપસો નહિ. કારણ કે તમારાથી ફરી પાછી નિંદા થઇ જશે, અને કલંક લાગે. માટે તમે પવિત્ર જ રહો એવું હું હૃદય થી ઈચ્છું છું. ના ગમે તે delete કરી નાખે. સૌનો આભાર ...
સૌનો હિતેચ્છુ.
જય ગુરુદેવ,
મહાપ્રભુ શ્રી નિષ્કલંકી નારાયણાય નમો નમઃ
હસમુખ પટેલ,
London
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment