SATPANTHI'S BLOG

સત્ય નિ હુંકાર

(11). જેને પણ સત્પંથમાં કે પીરાણામાં વિસ્વાસ ને શ્રદ્ધા ના હોય તેમને શરમાવાની જરૂર નથી

ભાઈ ઉમેશ નાથાણી,
 
તમે તમારા ઈમેઈલમાં એક-બે વાતો સમજપૂર્વકની અને એકતા રાખવા માટેના વચ્ચેના રસ્તાની કહી છે. તે પ્રસંસનીય છે.  
ધન્યવાદ છે તમારા આ સકારાત્મક વિચારો ને..
તમારા આ વિચારો વિચાર માગી લે તેવા અને ગંભીરતા વાળા છે.

તેમ છતાં મને તમારા ઈમેઈલ માં અમુક ભલામણો વિચાર વગરની પણ લાગી માટે તમારા નીચેના ઈમૈલનો જવાબ પણ આપવો જરૂરી છે, તેથી જવાબ આપું છું.

તો સતપંથ કે સત્પંથીની કોઈ પણ વાત તમે લોકો હંમેશા મજાક અને નિંદાના રૂપ માં કરો છો. કોઈને પણ દુખ થાય તેવી મજાક અને સલાહ સામે વાળાને ગમે નહિ, અમોને બિલકુલ ગમતી નથી..આવી મજાકો....માટે ના કરશો..

મહા-ભારત માં દ્રૌપદીએ દુર્યોધન ની મજાક ઉડાવી હતી કે " આંધળા ના દીકરા આંધળા "..તેને માફી પણ ના માગી..આખી મહા-ભારત થઇ ગઈ..અને આજે પણ મહા-ભારત થતા વાર નહિ લાગે.
 
એક સારું કામ કરવા જતાં બીજું કામ ખરાબ થાય તે ના જ કરવું જોઈએ... 
તમો તમારા નીચેના ઈમેઈલમાં સમાજના માણસોને અને સત્પંથીઓને ભલામણ કરી છે તો :

સૌથી પહેલા કે તમોને કોણે કહ્યું કે સત્પંથ વિષે આ બધી ચિંતા કરવાનું? 
કારણ કે સત્પંથ તમારો ધર્મ નથી..
તમને તેમાં શ્રદ્ધા નથી..
તમે ક્યારેય તેની પાછળ એક પણ મિનીટ સમય ફાળવ્યો નથી...
તો તમોને કોઈ જ અધિકાર નથી..કહેવાનો..સલાહ દેવાનો..

સંભાળ જો ધ્યાનથી...મારી વાત..ફરી નહિ કહું.. :-
તમે કહો છો કે, : 
મુંબઈ માં વસતા લોકો ધંધાના હેતુથી જૈનોને, મરાઠી, કે મારવાડી બીજી નાતના માણસોની સમાજમાં તમે લોકો જાવો છો. અને તમોને તે લોકો કહે કે અમોને પણ તમારા ધાર્મિક સ્થાને લયી જાવ, તો તમોને તેમને પીરાણા લયી જવામાં સરમ 
આવે. કારણ કે ત્યાં હિંદુ જેવું વાતાવરણ નહિ પણ મુસ્લિમ જેવું વાતાવરણ છે.

જવાબ: તો સંભાળો, એક તો: તમે લોકો સતપંથમાં શ્રદ્ધા ધરાવતા નથી, તમો સત્પંથી જ નથી તો પછી એમને તમો પીરાણા લયી જવાનો કોઈ સવાલ જ પેદા નથી થાતો..
તમોને જ્યાં શ્રધ્ધા હોય ત્યાં લયી જાવો..પીરાણા શા માટે ???..

અને બીજી વાત: પીરાણા માટે તમોને સરમ આવવાનો ક્યાં સવાલ જ છે, જયારે તમોને પીરાણા સાથે કોઈ લેવા દેવા જ નથી. તમો તમારું સંભાળો એટલું બહુ છે. અને તમારા જેવા જેને પણ સત્પંથમાં કે પીરાણામાં વિસ્વાસ ને શ્રદ્ધા ના હોય તેમને શરમાવાની જરૂર નથી.   

અને ત્રીજી વાત: તમોને જો એમ લાગતું હોય કે પીરાણાનું બહારનું વાતાવરણ સુધારવાની જરૂર છે, તો ક્યાં ના છે. સલાહ અને સૂચનો આવકાર્ય છે...., પણ વિવેક પૂર્વક..નહિ કે તેની નિંદા કરીને કે મજાક કરીને, કે કોઈની પણ ધાર્મિક લાગણી દુભવ્યા વગર....અમે લોકો એ આપણી સમાજના કોઈ પણ કાર્યક્રમ હોય, સત્પંથનો કે લક્ષ્મી નારાયણ, આર્ય સમાજ, સ્વામી નારાયણનો, તેમાં હૃદયપૂર્વક, તન,મન અને ધન થી ભાગ લીધો છે. તમોને પણ તેમ કરવાની છૂટ છે. તો એક-બીજા સાથે મીઠાસ પણ રહે અને શાંતિ પૂર્વક બધાની પ્રગતિ સાથે થાય. કારણકે જ્યાં સંપ હોય ત્યાં નારાયણ હોય, અને જ્યાં નારાયણ હોય ત્યાં લક્ષ્મીજી હોય જ..અને લક્ષ્મીજી હોય તો પરિવારમાં અને 

સમાજમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ ઓટોમેટીક આવે જ.

પણ મને યાદ નથી કે કોઈ પણ સત્પંથના કાર્યક્રમમાં લક્ષ્મી નારાયણમાં શ્રદ્ધા રાખતા ભાઈઓએ તન-મન-ધન થી ભાગ લીધો હોય..ઉપર થી વિરુદ્ધ જરૂર કર્યા છે..અને વિરુદ્ધ કરવામાં હમેસા બને પક્ષોના શક્તિ, સમય અને નાણાંનો વ્યય થાય. અને તેનાથી પણ વધુ આપણા બધા વચ્ચે અંતર વધતું જાય.

(((...અમેરિકાએ ઉતાવળ કરીને ઇરાક અને અફગાનીસ્થાન ઉપર યુદ્ધ કર્યું છે..સાત-આઠ વર્ષ થયી ગયા, હજુ તેમને તેમનું પરિણામ મળ્યું નથી..૨૦૦૦૦૦૦ ( વીસ લાખ ) નીર્દોસ માણસોને મારી નાખ્યા અને પોતાના દેશના કેટલા બધા સૈનિકો પણ માર્યા. અને અબજો રૂપિયાનું પાણી કરી નાખ્યું. અને આખી દુનિયાની ઈકોનોમીની પણ પતર-ફાડી નાખી. ફક્ત તેના ૩૦૦૦ માણસો નો બદલો લેવામાં, ફક્ત બિન લાદેન ને પકડવા કે મારવા માટે. જુના ખાર કાઢવા માટે...
શું આ તેનું યોગ્ય પગલું છે??.. નથી જ...બધાજ કહે છે કે બીજી રીત થી પણ તેને પકડી સકાય..તેના માટે યુદ્ધ કરવા ની કોઈ જરૂર જ ન હતી..)))

ભાઈ તે તો અધાર્મિક માણસ છે..એ તો એવા પગલા ભરે..પણ આપડે તો કણબી અને ધાર્મિક છીએ..
તો પછી આપણને કેમ વચ્ચે નો રસ્તો નથી મળતો..મળે જ ..
પણ આપણે ગોતતા નથી, અને કદાચ ખબર છે તો પણ અપનાવતા નથી..

તેનું કારણ શું?? કારણ કે અમુક કેપેસીટી વગરના, અયોગ્ય, લાયકાત વગરના માણસોને પોતાની રોટલીઓ શેકવી છે..પ્રમુખ-મંત્રી બનવું છે, તેમને બીજી કોઈ લાલચો છે...યા પછી તેમનો વ્યક્તિગત કોઈનો ગુસ્સો આખી સમાજ ઉપર ઉતારે છે...  અમેરિકાની જેમ..  ઉતાવળું પગલું ભરવું એ મૂરખાની  નિશાની છે. 

((તમોએ પૂછ્યું છે કે :
   
સમાજની એકતા જાળવવા એકસૂત્રતા અને સંગઠિત સમાજનું નિર્માણ થાય તેવું વાતાવરણ આપને બનાવી શક્યાં નથી તેના માટે કોણ

 જવાબદાર છે ? છેલા પચાસ વરસથી આ મુદો સુશ્પ્ત અવસ્થામાં હતો અને અચાનક રમેશ વાઘડીયાની ધરપકડ થઇ ત્યારે જાગ્યો ? એવું 

નથી ભારત સરકારની જેમ આપને આદત પ્રમાણે ચલાવતા હતા . પણ હવે નહિ ચાલે. ))))

મારો જવાબ:  તો આનો જવાબ પણ તમારા પ્રશ્ન માં જ છે..પહેલાં પોતાની જાત ને પૂછો કે '' જવાબદાર કોણ છે ''. અને જો જવાબ ના મળે તો તમારા વડીલોને પૂછો. 

તમારા આ રમેશ વાગડિયા ની ધરપકડ કેમ થઇ? બધા જાણે છે આનો જવાબ...
કારણ કે તેને ના કરવાનું કામ કર્યું હતું...રમેશ વગાડીઓ અક્કલ વગરનો છે. તેને કોઈ પણ પ્રશ્ન હોય કે નવો ચીલો ચાલુ કરવો હોય તો સામેના માણસો સાથે ચર્ચા કરીને ઉકેલી સકાય. પણ તેને અક્કલ વગરનું કામ કર્યું હતું. અને હજુ કહી દવું છું કે તે તો કાંઈજ નથી થયું. જુવો તો ખરા હજુ આગળ...જો આ બધું બંધ નહિ કરો તો...

પણ અહિયાં મને પણ કેવું પડશે કે, જે તમારા આ પ્રદીપ નાથાણી જેમ બધાને કહે છે તેમ કહું કે, '' આ સમાજ અમારી સાથે ઓરમાન દીકરા જેવું વર્તન કરે છે..'' 
 
Jay Gurudev to all,

HASMUKH DHOLU
LONDON

---------------------------------------------
=============================================


2010/10/9 Umesh Nathani

---------- Forwarded message ----------
From: Umesh Nathani
Date: 2010/10/8
Subject: pdnathani2gmail.com
To: sanatanpatidar@googlegroups.com


સર્વે જ્ઞાતિજનો,

હરીઓમ,  આપ સૌ ને વિદિત છેલા કેટલાક મહીનોઓથી આપણી પાટીદાર સમાજોમાં જે વિવાદ ચાલી રહો છે , તેના ઉપર આપના ભાઈઓ એ નીખાલાશ પને પોતાના વિચાર આપ્યા છે અને આપી રહા છે તે ખરેખર જાગૃતિ ની નિશાની છે. 

આજે ઈન્ટરનેટનાં  માધ્યમથી આપને પોતાના વિચારોનું આદાનપ્રદાન આસાનીથી કરી શકીએ છીએ  , સમાજની એકતા જાળવવા એકસૂત્રતા અને સંગઠિત સમાજનું નિર્માણ થાય તેવું વાતાવરણ આપને બનાવી શક્યાં નથી તેના માટે કોણ જવાબદાર છે ? છેલા પચાસ વરસથી આ મુદો સુશ્પ્ત અવસ્થામાં હતો અને અચાનક રમેશ વાઘડીયાની ધરપકડ થઇ ત્યારે જાગ્યો ? એવું નથી ભારત સરકારની જેમ આપને આદત પ્રમાણે ચલાવતા હતા . પણ હવે નહિ ચાલે.

સમાજની વ્યખ્યા ,જ્ઞાતિની વ્યાખ્યા હવે આપને સમજાવવાની જરૂત નથી . કેન્દ્રિય સમજનો જે આદેશ  શ્વેત પત્ર નાં માધ્યમથી આપેલ છે  તે પ્રમાણે સર્વે જ્ઞાતિ જનોને વર્તવાનું છે . તેમાં ચર્ચા ને સ્થાન નથી.  જે ભાઈઓએ પોતાની મનમાની કરવી હોઈ તે પોતાનો અલગ સમાજ ઉભો કરીને કર્યા કરે , આ ભારત દેશ છે , લોકશાહી છે પણ તેનું કેન્દ્રિય સમાજમાં સ્થાન ક્યાં હસે તે સમજવું પડશે. સમાજ સુધારવાની વાત ચર્ચા કર્યા વગર પોતાની મેળે કરવાની જરૂર છે. એના પરિણામો બે વર્ષમાં દેખાવા લાગશે.

મુંબઈ માં વસતા ભાઈઓને ખ્યાલ હસે કે આપના ધંધામાં આપને જૈનો સાથે ,મહારાશ્ત્રિયન  સાથે  ઉઠ બેઠ કરીએ છીએ અને તેમના ધાર્મિક કાર્યક્રોમોમાં જયીયે છીએ . વિચાર કરો કે જૈનોના ભાઈઓને  પીરાણા ધર્મ સ્થાને લયી જઈયે તો તે સુ વિચારશે આપણી જ્ઞાતિ વિષે કેમકે સંત્પંથ ધર્મ માં ઘણા સુધારા કર્યા છે પણ ત્યાનું બહારનું વાતવરણ ઇસ્લામ ધર્મને લાગતું દેખાય છે. તેથી પ્રશ્ન ઉભો થાય છે.
આપને હિંદુ ધર્મને માનતા હોઇતો એવું બહારનું વાતાવરણ ઉભું કરો અને અંતરીક વહેવાર પણ હિંદુ ધર્મને લાગતો દેખાય  તો સમસ્યાને સુધારા તરફ જવાની પ્રક્રિયાને વેગ મળશે.  

છેલે વધાર નાં લખતા કેન્દ્રિય સાંજનો જે આદેશ છે તે પ્રમાણે વર્તવાનું છે અને શરૂઆત અપના ઘરેથી કરવાની છે, અખા ભારતમાં જે સમાજો છે તેને સનાતની સમાજ બનાવવાની પ્રકિયા શરુ થઇ ગયી છે અને તેના પરિણામો તમોને જોવા મળશે. ઈંટરનેટ પર ચર્ચા કરતા રહીને કાર્ય પણ કરતા રહેશો એવી સનાતન સમાજોના ભોઈઓને મારી વિનતી. હરીઓમ 
Umesh Nathani - 98201 35090 


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

0 comments:

Post a Comment

કોઈ તો વાંચે છે .



આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?

????

Blog Archive