જય ગુરુદેવ
સૌ ધર્મ પ્રેમીઓને,
તે માણસ પોતાના વિચારો ઈમેલથી મોકલે છે, સતપંથ જેવા મહાન ધર્મ ઉપર ખોટા પાયા વિહોણા આરોપો નાખે છે, પણ પોતાનું નામ આપતા ડરે છે.. આ માનસ ને સુ કહેવો ?? હા તમે બિલકુલ સમજી ગયા..તે જ કહેવાય...
આનો મતલબ થાય છે કે તેને પોતાને જ પોતાના વિચારો ઉપર પૂરો ભરોસો નથી..અને તે પોતે ખોટો છે, જો પકડાઈ જૈસુ તો..માર પડશે અને સજા થશે તેની બીક છે..!!
પણ મને અને જે તે સરકારી વિભાગને ખબર છે કે આ કોણ વ્યક્તિ છે તે..
તે કયા કોમ્પુટર માંથી કરે છે તે પણ ખબર છે...
મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,
નીચેનો ઈમેલ વાંચો અને અનુમાન લગાવો કે આ માણસ કેટલી બધી માનસિક બીમારીથી પીડાય છે..
જેવી દ્રષ્ટિ તેવી શૃષ્ટિ દેખાય..
આપણે કેવી રીતે જોઈએ છીએ તેના ઉપર આધાર છે..અને આપણી જોવાની દ્રષ્ટિ આપણી વિચારવાની રીત ઉપર આધાર રાખે છે..
આપણે કેવી રીતે વિચારીએ છીએ..આપણે જ નબળું વિચારીએ તો આખી દુનિયા નબળી જ દેખાય.. મહાભારતમાં ગુરુ દ્રોણાચાર્ય એ યુધીસ્થીર અને દુર્યોધનની આવી જ રીતે પરીક્ષા લીધી હતી..
તેમને બને ને ગામ માં મોકલ્યા ને કહ્યું કે ગામ માં જાઓ અને જે ખરાબ માણસ હોય તેને અહી
મારી પાસે લઇ આવો..આખો દિવસ ગામ માં ફર્યા પછી બને જન ખાલી હાથે પાછા આવ્યા.
તો ગુરુજીએ પૂછ્યું કે કેમ શું થયું?
તો દુર્યોધન કહે કે આખા ગામના બધાજ માણસો ખરાબ છે, અને તેમને બધાને અહી લઇ આવવા
શક્ય ના હતું તેથી હું ખાલી હાથે પાછો આવ્યો.
અને યુધીસ્થીરે કહ્યું કે આખા ગામ માં એક પણ માણસ મને ખરાબ ના મળ્યો, કે જેને હું અહી લઇ આવું..
માટે હું ખાલી હાથે પાછો આવ્યો..
આ વ્યક્તિની અંદર કેટલી બધી વેર-ભાવના, રાગ-દ્વેસ , ઈર્ષ્યા ભાવ, કપટપણું સ્પષ્ટ દેખાઈ આવે છે કે તે સારું થતું હોય તેને સારું કહી પણ નથી સકતો..
સારું ના કહે તો કોઈ જ વાંધો નહિ પણ સારાને ખરાબ કે ખોટું કહે છે માટે તેની વિચારવાની રીત કેટલી નબળી અને સંકુચિત છે તે અહી દેખાઈ આવે છે....
..આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજે વિશ્વ પ્રખ્યાત ૧૦ મા અખિલ ભારતીય સંત સંમેલન અને અધીવેસનનું
વિશાળ અને શાનદાર આયોજન કર્યું હતું, જેની આપણે બધાએ પણ પ્રસંશા કરવી જોઈએ,
જેમ વિશ્વ આખાએ તેની સકારાત્મક નોધ લીધી, તેની પણ આ વ્યક્તિને ઈર્ષ્યા થાય છે..
પણ મુર્ખ માણસ, આખી દુનિયા જાણે છે કે આ કોઈ નાના
છોકરાઓની રમત નથી કે વિચાર આયો ને આખા ભારતવર્ષના લગભગ ૩૦૦૦ થી પણ વધુ સાધુ-સંતોને બોલાવીએ ને તેઓ આવી જાય..
છેલા એક વર્ષ થી તેઓએ સતપંથ ધર્મ ના એક-એક અથર્વવેદ આધારિત મંત્રો, સતપંથના ગ્રંથો, પુસ્તકો, સદગુરુનો હસ્ત લેખિત મુલ્બંધ ગ્રંથ, સત્પંથ ધર્મની સદ્ગુરુ ની શિક્ષા-પત્રી, સતપંથ મૂળ તત્વ-જ્ઞાનને, સતપંથના કર્મ-કાંડ,
ઘટ-પાટની જળ-કળશ પૂજા..વગેરેનો ખુબ જ જીણવટ પૂર્વક અભ્યાસ કર્યો હતો..
એક જ સ્ટેજ ઉપર બેસાડીને દરેક હિંદુ વૈદિક ધર્મની વિશાળતા અને મહાનતા કેટલી છે તેની ચર્ચાઓ ત્રણ દિવસ સુધી લાખો ધાર્મિક શ્રધાળુઓની સામે સતત કરી હતી..
એ કદાચ આ બાળ-બુદ્ધિ માણસને ખબર નથી લગતી..આણે હજુ પરિપકવ થવાની જરૂર છે..બાળક મટીને માનસ થવાની જરૂર છે..
જો સતપંથમાં કોઈ જ પ્રકારની ખોટ-ખાંપણ હોય તો પહેલી વાત કે આ બધા આખા ભારત ના સાધુ સંતો મુર્ખ નથી કે બોલાવીએ અને આવી જાય..
હું પોતે આ દરેક પ્રસંગોનો સાક્ષી છું..અમો જયારે ૧૯૯૨ માં ૯ મુ અખિલ ભારતીય સંત સંમેલન અને અધીવેસન જયારે જયપુર ( રાજસ્થાન ) માં થયું હતું,
તેના આયોજનમાં મને પણ સેવા કરવાનો મોકો મળ્યો હતો અને સતપંથ સંસ્થા તરફ થી આચાર્ય કરસનદાસજી મહારાજના સાનિધ્યમાં સેવક ભાવ થી રહેવાનો
મારા જીવન નો અમૂલ્ય મહા-મુલ્ય સમય મને મળ્યો હતો ..તેના માટે હું આચાર્ય અને સતપંથ સંસ્થાનો ઋણી છું.
તમોને પહેલે થી જ સતપંથ ની પ્રગતિ થયાની ઈર્ષ્યા થાય છે માટે કરસન દાસજી ને મહારાજ, આચાર્ય અને જગદગુરુ નું બિરુદ મળે અને ધાર્મિક ભાવના
ધરાવતા હારી ભક્તો તેમને પોત-પોતાના ભાવ પ્રમાણે તેમને સંબોધન કરે છે તેનાથી પણ તમોને કેટલી બધી ઈર્ષ્યા થાય છે..
અખિલ ભારતીય સંત સમિતિ જો સતપંથ ને તેમના સભ્ય બનાવવાનું સર્ટીફીકેટ આપે તેમાં પણ તમોને વાંધો છે..??
તો તમારા જાણ માટે કહું કે જે પણ સંસ્થા અખિલ ભારતીય સંત સમિતિનું સભ્ય થાય તેને સર્ટીફીકેટ તો મળે જ..
માટે તમારી માનસિકતા કેવી નબળી છે કે તમારું કહેવું એમ છે કે ફક્ત સર્ટીફીકેટ લેવા માટે કરી ને ૩૦૦૦ થી
વધુ સાધુ-સંતોને બોલાવ્યા ને તેઓ બધા જ નવરા હતા,
નાના બાળક ની જેમ દોડતા આવી ગયા,
અને ૨૦ લાખ થી પણ વધુ ભાવિકોને અને ૩૦૦૦ સાધુ-સંતોને
એક અઠવાડિયા સુધી રહેવા, જમવા, પાર્કિંગ, પોલીસ વ્યવસ્થા, હોસ્પિટલ વ્યવસ્થા, ઈમરજન્સી દવાખાના,
ફાયર બ્રિગેડ, વાહન વ્યવસ્થા, રોડ વ્યવસ્થા જેવી કેટલીય વ્યવસ્થાઓ નું આયોજન કર્યું..
મુર્ખાઓ, આ વાત કરવી જ કેટલી હાસ્યપદ લાગે છે..તેના ઉપર થી તારું ચરિત્ર કેટલું વિચિત્ર હશે તે દેખાઈ જાય છે ...
માટે તું આવી રીતે તારી જાત ને કાર્ટુન બનાવવાનું રહેવા દે અને જરા ડાહ્યો થા..
અને તારા અંદર રહેલી આત્મા ની લાગણીઓને જગાડ, અંદર ના રામ ને જગાડ,
તારી અંદર જાગેલા રાવણ ને સુવરાવી દે..
જનાવર જેવો ના રહે..અને માણસ બન..
અને બીજી વાત, સતપંથને કોઈ સર્ટીફીકેટની જરૂર જ નથી.. તે પોતે એક મહાન ફિલોસોફી ધરાવતો વેદો આધારિત સનાતન હિંદુ ધર્મ છે..
તેના માટે સદગુરુ શ્રીએ ખુબ જ વિશાળ તત્વ-જ્ઞાનથી ભરેલો મીઠા અમૃતનો દરિયો આપી ગયા છે..જેમાંથી જેટલું અમૃત લેવું હોય તેટલું લઇ શકો..
સતપંથ અનંત અને અખૂટ ભંડાર છે..જેનાથી આપણું જીવન સુધ્ધ, પવિત્ર, સત્યના રાહ ઉપર અને સરળ રીતે જીવી સકાય તેના માટેના જીવનલક્ષી ઉપાયો છે..
આપણા જીવનની અંદર આવતા જન્મ થી કરી ને મરણ સુધીના દરેક પ્રસંગોને કેવી રીતે સુધ્ધ અને સાત્વિકતા થી
પણ આતો કહેવત છે ને કે " ખાખરાની ખિસકોલી શું જાણે સાકરનો સ્વાદ "..
હવે રહી વાત નામ બદલવાની..તો સાંભળો, મહાભારતમા અર્જુન નામનું એક પાત્ર હતું, પણ આપણા અભણ વડીલોના તેમના નામ અર્જુન રાખતા
પણ તેમને બોલતા ના આવડે માટે તેઓ અરજણ બોલતા, કૃષ્ણ ને કરસન બોલતા, હનુમાન ને હડમાન બોલતા..
પણ આજે આપણે ભણ્યા છીએ તો આપણે તેજ નામો આપણા દીકરાઓના રાખીએ છીએ પણ આપણે અરજણ કે કરસન નથી બોલતા કે લખતા..
તો શું આપણે કોઈ મોટી ભૂલ કરીએ છીએ કે પાપ કરીએ છીએ..કે પછી કોઈ ને પણ છેતરવાની આપણી ભાવના કે ઈરાદો છે..??
તેવું નથી..તો પછી તેમાં ખોટું શું છે..
માટે મુર્ખ માણસ, સ્વામી નારાયણ સંપ્રદાય તેમના મંદિરોને અક્ષર ધામ કહે કે સ્વામી નારાયણ મંદિર કહે કે ઘનશ્યામ મંદિર કહે...તે જગ્યા તો એક જ છે
પણ દરેક જણ તેમની ભાવના પ્રમાણે બોલે..કે નામ રાખે..તેમાં કોઈને પણ છેતરવાનો ઈરાદો જ ના હોય..
કૃષ્ણ ને પણ હરી ભક્તો રણછોડ, ઘનશ્યામ, ઠાકોરજી, દ્વારકાધીશ, ગિરધારી, બંસરી વાળા, કાળીઓ, વિઠ્ઠલ, ગોવર્ધન, ગોવાળીઓ, કાન્હા, કાનુડો,
છોટે કૃષ્ણ, બાળ-ગોપાલ, લાલો, મોટે કૃષ્ણ વગેરે જેવા અનેક નામ થી સંબોધન કરે છે, તો શું તે બધા હરી ભક્તો નો ઈરાદો કોઈને પણ છેતરવાનો છે??
માટે તમોને જણાવી દઉં કે અહી સતપંથ ધર્મ દ્વારા કે સત્પંથીઓ દ્વારા કે આપણી સતપંથ સંસ્થા, પીરાણા દ્વારા કોઈને પણ છેતરવાનો કે ગુમરાહ કરવાનો
કોઈ જ ભાવ, ઈરાદો કે વિચાર પણ નથી, માટે આ મુર્ખ વ્યક્તિએ જે આપણ ને સૌને ગેર સમજ ઉભી કરવાનો જે મેલો ઈરાદો છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે...
સમાજ ના ભાવિક ભાઈઓ અને બહેનો, વધુ જાણકારી માટે નીચે વધુ ખુલાસો કરું છું :
જે સતપંથ ને સમજી નથી શકયા, તેવા સતપંથના આ જ થોડા વિરોધી લોકો કહે છે કે સતપંથના સાત નામો થયા અને તેમના કહેવા પ્રમાણે એ આ પ્રમાણે છે :
૧. ખાનું
૨. જગ્યા,
૩. અથર્વવેદ,
૪. જ્યોતિ ધામ,
૫. સતપંથ,
૬. સતપંથ સનાતન,
૭.નિષ્કલંકી ,
આપેલ સતપંથ ધર્મના સાત નામોના કોષ્ટક સાથે હું બિલકુલ સહમત નથી. એ સતપંથના નામો વાંચતા જ મને હસવું આવી ગયું હતું.
કોઈ પણ ધર્મ કે વ્યક્તિ ઉપર ખોટા આરોપો નાખવા એ પાપ છે અને તે પાપીઓનું કામ છે..
નિંદા સરીખું નહિ કોઈ પાપ...
તમે જે નામો આપેલ છે તેમાંથી એક જ નામ સાચું છે. જે છે સતપંથ.
બાકીના જે છે તે સતપંથ ધર્મના નામો નથી.
૧. ખાનું :- ખાનું આપણા વડીલો પહેલા શબ્દ એટલા માટે વાપરતા કે ગરીબી ખુબ જ હતી. ઘર નાના હોય. એક જ ઘરમાં ઘણો મોટો પરિવાર રહેતો હોય.
એક બાજુ અનાજની ગુણું પડયું હોય, એક બાજુ ખાતર હોય, હળ પડ્યા હોય, એક બાજુ માં-બાપા સુતા હોય. ઓશરીમાં દાદા-દાદી સુતા હોય.
એક ખૂણામાં રસોડું હોય, ઘરના બીજા ખૂણા માં જૂની સાડીનો પડદો કરીને નાહવા માટે ચોકડી હોય. અલગ જે રૂમ હોય તે નવા પેણેલા દીકરાને અને વવુંને આપ્યો હોય.
અને આટલી બધી સંકડાસ વચ્ચે પણ તે વખતે એક ગોખલો, એટલે કે ખાનું કરીને તેમાં ભગવાનનું મંદિર બનાવીએ. એટલે તેને ખાનું કહેવાતું.
બાકી ધર્મનું નામ તો તે વખતે પણ સતપંથ ધર્મ જ કહેવાતો.
૨. જગ્યા :- અમુક વર્ષો પછી આપણા સમાજના માણસોની આર્થિક પરિસ્થિતિ થોડી સુધરી એટલે બધા ભેગા થઈને આખા ગામ વચ્ચે
એક જગ્યા આહુગી રાખી ને ત્યાં જ બધા ભેગા થઈને પ્રભુની પૂજા અર્ચના કરતા.
અને સત્પંથ માં કોઈ ભગવાનનો ફોટો ના હોય અને ખાલી આધ્યા શક્તિની અને બ્રહ્મા-વિષ્ણુ-મહેશની ઘી ની જ્યોત અખંડ કરતા અને
નિષ્કલંકી નારાયણ ભગવાન નું આશન રાખતા. અને એ માંડવડી ની જગ્યાને આપણા અભણ બાપાઓ
જગ્યા થી સંબોધતા. એટલે તે જગ્યા અથવા તો જગીયું પણ કહેવાતું અને આજે પણ હજુ આપણા ગણા સત્પંથના વડીલો તે જ નામ થી બોલાવે છે.
પણ ધર્મનું નામ તો સત્પંથ જ હતો અને આજે પણ છે. ફક્ત તેને માટેની રાખવામાં આવેલી જગ્યા નું તે નામ છે.
૩. અથર્વ વેદ : - મને સમજણ છે ત્યાં સુધી આપણા ચાર મુખ્ય વેદો માંથી સત્પંથ ધર્મ એ અથર્વવેદ ઉપર આધારિત છે. નહિ કે
અથર્વવેદ એ સત્પંથ ધર્મ નું નામ છે. ધર્મ નું નામ તો સત્પંથ જ છે.
૪. જ્યોતિ ધામ : - જ્યોતિ ધામ એ સત્પંથના ગુરુદ્વાર પ્રેરણા પીઠ પીરાણા નું જ બીજું નામ છે પીરાણાને જ્યોતિ ધામ તરીકે પણ સંબોધે છે.
કારણ કે પીરાણામાં છેલા ૭૦૦ વર્ષથી ઘી ની અખંડ જ્યોત સળગે છે.
અને આજે ગણા ગામોમાં અને શહેરોમાં સત્પંથના શિખર બંધ મંદિરો બનાવ્યા છે અને ત્યાં પણ ઘી ની અખંડ જ્યોત જલે છે માટે તેને પણ જ્યોતિ ધામ કહે છે.
કારણ કે જયારે તે મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય તે વખતે સતપંથના આચાર્ય શ્રી એટલે કે પીરાણાના ગાદી પતિ જાતે પીરાણામાં સળગતી જ્યોતમાંથી જ
એક બીજી જ્યોત સળગાવીને આ મંદિર માં લઇ આવે છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા વખતે તેમાંથી મંદિર ની જ્યોત સળગાવે છે. એટલે તે મંદિર ને પણ જ્યોતિ ધામ કે
જ્યોતિ મંદિર પણ કહે છે. માટે અહી પણ ધર્મ નું નામ તો સત્પંથ જ છે. જ્યોતિ ધામ નહિ.
૫. સત્પંથ :- એ તો સતપંથ ધર્મ નું જ નામ છે. એટલે અહી કંઈ લખવું જરૂર નથી લાગતી.
૬. સત્પંથ સનાતન :- અહી પણ ધર્મ નું નામ તો સત્પંથ જ છે. સનાતન નો મતલબ થાય છે કે જે અનંત કાળ થી. જે આ પૃથ્વીની અને બ્રહ્માંડની
રચના થઇ ત્યાર થી. તેના ઉપર ધર્મ ની રચના થઇ ત્યાર થી.
સનાતન કાળ થી સત્પંથ ધર્મ ચાલ્યો આવે છે. કારણ કે તે વેદ આધારિત છે. કર્તાયુગમાં તેઓ શ્રી નરશીહના જાપ અને પૂજા પ્રાથના કરતા ,
ત્રેતા યુગમાં તેઓ શ્રી રામના જાપ અને પૂજા પ્રાથના કરતા. દ્વાપર યુગમાં તેઓ શ્રી કૃષ્ણના જાપ અને પૂજા અર્ચના કરતા અને
આજે કલિયુગ માંનિષ્કલંકનારાયણના જાપ અને પૂજા અર્ચના કરીએ છીએ... સતપંથ ની જે મહાપૂજા થાય છે તેમાં
પણ દરેક મંત્રોમાં આ વાતો નો ઉલેખ આવે છે. અને છેલે જયારે પૂજા પતે પછી જે બધા ની જય બોલાવે છે તેમાં એક જય આ તમે જે કહ્યું તે
સત્પંથ સનાતન ધર્મ ની જય બોલાવે છે. જેમ આપણે કોઈ ને શ્રીમાન કહીએ, કોઈને ભાઈ કહીએ, કોઈને લાલ કહીએ, કોઈને ચંદ્ર કે જી પણ
લગાવી ને તેમને આદર થી બોલાવીએ તેમ જ આમાં પણ લાગે છે, નામ બદલ્યું નથી પણ સનાતન કાળ થી વેદો આધારિત આપનો આ
સત્પંથ ધર્મ ચાલ્યો આવે છે તેથી સત્પંથ સનાતન જેવું સંબોધન કરીએ છીએ... ધર્મ નું નામ તો સત્પંથ જ છે.
૭. નિષ્કલંકી :- નિષ્કલંકી એ સતપંથ ધર્મમાં આજ આ કલિયુગ ના સ્વામી અને શ્રી વિષ્ણુ ના દસમાં અવતાર મહા પ્રભુ શ્રી નિષ્કલંકી નારાયણ
સતપંથ ના ઇષ્ટદેવ નું નામ છે. નિષ્કલંકી ધર્મ નું નામ નથી પણ સતપંથના ભગવાન નું નામ છે, ધર્મ નું નામ તો સત્પંથ જ છે.
દુનિયામાં બીજા ધર્મ વાળા પણ અમુક કલ્કી અવતાર, અમુક નિષ્કલંકી અવતાર, અમુક નકળંક નારાયણ, અમુક અંતિમ અવતાર,
અમુક છેલો અવતાર જેવા નામ થી પણ આને ઓળખે છે.
અમારા સ્વામી નારાયણ માં પણ નિષ્કલંકી નારાયણ, વિષ્ણુ ભગવાન નો આવનાર અવતાર છે તેવું કહેવામાં આવે છે.
હજુ ગણું બધું લખવા નું રહી જાય છે પણ એક સાથે ગણું લાખીસું તો તમોને ચિંતન-મનન કરવા માટે પણ થોડો સમય જોઈએ, એ ભાવના થી અહી અધૂરું રાખું છું અને એક-બે દિવસમા
ફરી મળીશું...વધુ વિચાર વિમર્સ કરવા માટે અને નબળી માનસિકતા ધરાવતા લોકો જે પાયા વિહોણા આરોપો મહાન સતપંથ ધર્મ ઉપર નાખે છે તેની સચ્ચાઈ અને વાસ્તવિકતા રજુ કરશું..
તમારો અમૂલ્ય સમય કાઢીને આ વાંચ્યું તેના માટે તમારો બધા નો ખુબ ખુબ આભાર..
જો બની સકે તો તમોને એક પ્રાર્થના છે, જો તમારા વિચારો અને અનુભવ મને વળતા જણાવશો તો ખુબ જ આનંદ થશે અને તમારા અને મારા વિચારોનું વલોણું કરશું તો તેમાંથી કંઈક સારું અમૃત નીકળશે..
જે આપણી સમાજ અને દરેક ને ઉપયોગી થઇ રહેશે..
ચાલો ત્યારે મળીશું ત્યાં, જ્યાં પવિત્ર અને સુધ્ધ વિચારોની ગંગા વહેતી હશે ત્યાં.. જેમાં આપણે બધા નાહીને ધન્ય થઈએ..
આભાર સૌનો,
સૌનો હિતેછું,
- હસમુખ ધોળું, લંડન
-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------
1 comments:
👌👍🙏
Post a Comment